જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે વન વિભાગ દ્વારા પ્રાદેશિક તાલીમ સેમિનારનું આયોજન આજે ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન ૨૦૨૬' (અખિલ ભારતીય વાઘ ગણતરી ૨૦૨૬) ના આગામી તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે આ "ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ" કાર્યશાળા યોજાઈ હતી..