ખંભાત: ખંભાત સહીત સમગ્ર જિલ્લામાં વિવિધ પાકો હેઠળ કુલ 2540.05 હેક્ટર જમીનમાં વાવેતર
Khambhat, Anand | Jun 18, 2026 આણંદ જિલ્લામાં ખરીફ પાકોના વાવેતરની સ્થિતિ સામે આવી છે. ઉપલબ્ધ ડેટા મુજબ, સમગ્ર જિલ્લામાં વિવિધ પાકો હેઠળ કુલ 2540.05 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.બોરસદ 744, આંકલાવ 603, સોજીત્રા 262, પેટલાદ148, ઉમરેઠ145, તારાપુર134, આણંદ 450.05, ખંભાત 54 એમ કુલ 2540.05 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર જોવા મળે છે, જે કુલ 1033 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે.