ખંભાત: રંગપુર-ભંડેરજ કે.બી. કાંસ ઓવરફ્લો, પાણી જાહેર માર્ગ પર ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત
Khambhat, Anand | Jul 25, 2026 ભારે વરસાદને કારણે રંગપુર અને ભંડેરજ વચ્ચે આવેલા કે.બી. કાંસમાં પાણીની આવક અચાનક વધી જતાં તે ઓવરફ્લો થયો હતો. કાંસ ઓવરફ્લો થવાને કારણે નજીકના જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રંગપુર પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા. પંચાયત દ્વારા જેસીબી (JCB) મશીનની મદદથી કાંસની સફાઈ અને કમળવેલ તથા જંગલી વનસ્પતિઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરિણામે કાંસમાં ભરાયેલા વધારાના પાણીનો નિકાલ સરળ બન્યો હતો.