ગાંધીધામ: મનપા કચેરી બહાર શહેર કોંગ્રેસ પ્રમુખ સામે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
ગાંધીધામ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ ભરત ગુપ્તા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.મનપા બહાર શહેર પ્રમુખ બહાર નીકળતા યુથ કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોકી સૂત્રોચ્ચાર કર્યા અને તેમની ગાડી પણ રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો.યુવાનોને ટિકિટ ફાળવણીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પ્રદેશ પ્રમુખ દ્વારા યુવાનોને 50 ટકા ટિકિટ આપવાની જાહેરાત છતાં સ્થાનિક સ્તરે તેનું પાલન ન થતાં યુથ કોંગ્રેસમાં અસંતોષ ફેલાયો છે