મોરવા હડફ: નવાગામમાં લોહીયાળ પારિવારિક જંગ,બકરી ખેતરમાં જવાના વિવાદ અને દીકરીને ભગાડી જવાના આક્ષેપે સામસામે તલવાર-લાકડીઓ ઉછળ્યા
મોરવા હડફના નવાગામ ફુટેલ ફળિયામાં એક જ પરિવારના સભ્યો વચ્ચે બકરી ખેતરમાં જવા જેવી નજીવી બાબતે અને દીકરીને ભગાડી જવાના ગંભીર આક્ષેપો સાથે ભારે ધીંગાણું સર્જાયું હતું. આ જૂથ અથડામણમાં સામસામે લાકડી અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી લોહીલુહાણ કરી મુક્યા હોવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની સામસામી ફરિયાદો મોરવા હડફ પોલીસ સ્ટેશને નોંધાતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.