ભચાઉ: ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | May 14, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ પોલીસ ટીમને ક્રિકેટના સટ્ટાની બાતમી મળી હતી. બાતમીના આધારે ભચાઉ પોલીસે ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલ આરોપી હરદેવસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા.