ખંભાત: ખંભાત ગ્રામ્ય પોલીસે ચેક રિટર્ન કેસમાં સજા પામેલ બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો.
Khambhat, Anand | Jun 28, 2026 ખંભાત તાલુકાના ખડોધી ગામના ખારીયા કુવા વાળા ફળીયામાં રહેતો આરોપી સંજયકુમાર માનસિંહ પરમારને નેગો એક્ટ કલમ 138 હેઠળ ખંભાત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.સજાથી બચવા માટે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો.ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર બહાદુરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ રેવતુંભાએ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.