ગાંધીધામ: મીઠીરોહર ખાતે એસીબીની સફળ ડીકોય ટ્રેપ, ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા કર્મચારી ઝડપાયો
ગાંધીધામ ખાતે કચ્છ (પૂર્વ) એસીબી દ્વારા સફળ ડીકોય ટ્રેપ ગોઠવી અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન, મીઠી રોહર ખાતે કાર્યરત વિક્રમસિંઘ મનદ્રુપસિંઘ જાટ (ઉ.વ. 24)ને રૂ. 2,250ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.આ ટ્રેપની કામગીરી કચ્છ (પૂર્વ) એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી પર મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાની દેખરેખ રહી હતી.