ખંભાત: ખંભાતના માતાજીના મઢે દર્શન કરવા ગયેલાની સાથે ઝઘડો કરીને બેને માર મારનાર 2 આરોપીઓને 6 માસની કેદની સજા
Khambhat, Anand | May 11, 2026 ખંભાત શહેરની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં સને 2015માં મેલડી માતાના મઢમાં દર્શન કરવા ગયેલાની સાથે બે ભાઈઓએ ઝઘડો કરીને બેને લાકડીથી માર મારીને લોહીલુહાણ કરી નાંખવાના કેસમાં ખંભાતની અદાલતે તકશીરવાર ઠેરવીને 6-6મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જેમાં વિજય મનુભાઈ ચુનારા અને સચિન મનુભાઈ ચુનારાને જજ એ. કે. શાહે ફરિયાદ પક્ષના વકીલની દલીલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને 6-6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે.