જાંબુઘોડા: ગુજરાત વિરોધી માનસિકતા નહીં ચાલે:ખડગેના નિવેદન મુદ્દે જાબુઘોડા ભાજપા ધ્વારા મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું
જાંબુઘોડામાં રાજકીય વાતાવરણ ગરમાયું હોવાનું જોવા મળી રહ્યું છે, જ્યાં મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લગતા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે બુધવારના રોજ જાંબુઘોડા ભાજપા ધ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલીમાં જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત જાંબુઘોડા ભાજપના કાર્યકર્તાઓ, નગરના હોદેદારો તેમજ વિવિધ મોરચાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.