હાલોલ: કલરવ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો,શાળાના મેનેજિંગ ટ્રસ્ટીની તૂતીય પુણ્યતિથિ નિમિતે નવજ્યોત પુરસ્કાર સમારોહ યોજાયો
આજે ગુરૂવારના રોજ કલરવ શાળાના સ્થાપક એવા સ્વ.પ્રકાશ ચંદ્ર જોષીપુરાની તૃતીય પુણ્યતિથિ નિમિતે કલરવ પરિવારે શબ્દ સુમનથી તેમને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી,તેની સાથે સાથે જેને માનવસેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરી તેવા પ્રકાશ સાહેબના ધ્યેયને જીવંત રાખવા શાળામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કુલ 132 બોટલનુ રક્તદાન કરીને પ્રકાશસરના ધ્યેયને સફળ બનાવ્યું હતું આ પ્રસંગે નવ જ્યોત પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ