અંજાર: નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝબલાના વિક્રેતાઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા
Anjar, Kutch | May 14, 2026 "પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર" ના ભાગરૂપે સરકાર દ્વારા આદેશ અનુસાર ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે પ્રતિબંધિત ૧૨૦ માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે આજે અંજાર નગરપાલિકા દ્વારા લારી-ગલ્લા તેમજ જુદી જુદી વેપારી પેઢીઓ ઉપર તપાસ કરી અંદાજીત રૂપિયા બાર હજારની કિંમતનો અંદાજે ૮૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૨૦૦૦/- દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી.