અંકલેશ્વર GIDCમાં શંકાસ્પદ ઘી ઝડપાયું
અંકલેશ્વર GIDCના યોગી સ્ટેટમાંથી LCB અને અંકલેશ્વર રૂરલ પોલીસે 2,035 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પિતા-પુત્ર સહિત ચાર શખ્સોની અટકાયત કરી ટેન્કર, ઘીના ડબ્બા અને સાધનો સહિત કુલ રૂ. 31.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
#ankleshwar #crime #gujarat