ઘોઘા: ઘોઘા કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે તા. ૧૦ અને ૧૧ ના રોજ ભાદરવી ના મેળા ને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજાઈ
ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ કોળીયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં તા. ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભાદરવી અમાસનો લોકમેળો યોજાશે. મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મેળામાં કાયદો-વ્યવસ્થા, ફાયર ફાઇટર, મોબાઇલ ટોઇલેટ, પાર્કિંગ, રેસ્ક્યુ ટીમ, બેરિકેડિંગ, એસ.ટી. બસ, લાઇટ-માઇક, બોટ અને મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થાઓ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.