ગાંધીધામ: મનપા કમિશનર બી.ડી. ડાવેરાએ વિકાસ કાર્યોનું સ્થળ નિરીક્ષણ કર્યું
ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી.ડી. ડાવેરાએ આજ રોજ ઓસ્લો સર્કલથી લીલાશાહ સર્કલ સુધી ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન કમિશનરે માર્ગ વિકાસ, ડ્રેનેજ, સ્વચ્છતા, રોડ સાઈડ સુવિધાઓ તેમજ અન્ય માળખાકીય વિકાસ કાર્યોની પ્રગતિ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે કામગીરી ગુણવત્તાસભર અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.