ગાંધીધામ: પ્રેમસંબંધનો ઇનકાર કરતા યુવતીનો ડેટા ચોરી ધમકી આપી રૂ. 1.22 લાખ પડાવ્યાની ફરિયાદ
ફરિયાદ મુજબ ગાંધીનગરમાં અભ્યાસ દરમિયાન થયેલી ઓળખાણ બાદ આરોપીએ યુવતીના મોબાઈલમાંથી વ્યક્તિગત ડેટા અને ફોટા પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા હતા.બાદમાં પ્રેમસંબંધ રાખવાનો પ્રસ્તાવ યુવતીએ નકારતા આરોપીએ ફોટા અને વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ડરના કારણે યુવતીએ આરોપીને અલગ-અલગ સમયે કુલ રૂ. 1,22,700 ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવાયું છે.