અંજાર: સીમ વિસ્તારમાં ભટકી રહેલી મહિલાને 181 અભયમ અને 112 ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો
Anjar, Kutch | Jun 1, 2026 અંજાર સીમ વિસ્તારમાં ભટકી રહેલી મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો. ઘરકંકાસના કારણે ઘર છોડીને નીકળેલી મહિલાનું કાઉન્સેલિંગ કરી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભુજ સ્થિત વન સ્ટોપ સેન્ટરમાં આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી 181 અને 112 ટીમના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.