અંજાર: LCB પોલીસે અંજાર વિસ્તારમાં બોરવેલના કેબલ વાયર ચોરી કરતી ટોળકીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
Anjar, Kutch | May 15, 2026 અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની વાડીઓમાંથી રાત્રિના સમયે બોરવેલના કેબલ વાયર અને પાણીની મોટરોની ચોરીના બનાવોમાં વધારો થતાં એલ.સી.બી. ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરી ચાર શખ્સો શબીરશા કાસમશા શેખ, મામદહનીફ ઇબ્રાહીમશા શેખ,અબ્દુલ,ઈરફાન મામદભાઈને ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસેથી અંદાજિત રૂ. 26,325 નો મુદ્દામાલ જેમાં તાંબાના વાયર, મોબાઇલ ફોન, પાણીની મોટર અને કેબલ કાપવાના સાધનો કબજે કરવામાં આવ્યા હતા.