ગાંધીધામ: આદિપુરની હોટલમાં ઘૂસી સંચાલક પર જીવલેણ હુમલો:ઉઘરાણીના વિવાદે લીધો હિંસક વળાંક
આદિપુર બસ સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં રાત્રિના સમયે કેટલાક શખ્સો ધસી આવ્યા હતા અને સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી બાદ ધારીયા અને છરી જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. હોટલ સંચાલક તથા કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોરોએ હોટલમાં તોડફોડ મચાવી ફ્રિજ, ટીવી સહિતની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું.ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફરિયાદના આધારે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે.