ખંભાત: ખંભાત તાલુકાના મીતલી ગામેથી 35 વર્ષીય યુવક લાપતા થયો.
Khambhat, Anand | Jun 21, 2026 ખંભાત તાલુકાના મીતલી ગામે રહેતો 35 ભરતભાઈ મંગળભાઈ ચૌહાણ કોઈ પણ કારણોસર ઘરેથી નીકળીને ક્યાંક ગુમ થઈ ગયો હતો.પરિવારે ગુમ યુવકની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ અતો પતો ન લાગતા આખરે પરિવારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરી હતી.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જાણવા જોગ નોંધ કરી શોધખોળ હાથ ધરી છે