અંજાર: વરસામેડીમાં પરિણીતાનો આપઘાત:સુસાઇડ નોટના આધારે સાસરીયાના ત્રાસની ફરિયાદ બાદ ચાર સામે ગુનો નોંધાયો
Anjar, Kutch | Jun 30, 2026 અંજાર તાલુકાના વરસામેડી સ્થિત હરસિદ્ધિ પાર્કમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ સાસરીયાના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે અંજાર પોલીસે મૃતકના કાકા વિજયસિંહ બાબુભા વાઘેલાની ફરિયાદના આધારે સાસુ રેખાબા સોઢા, સસરા ભરતસિંહ સોઢા તેમજ બે નણંદ નિશાબા અને પૂજાબા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.