ગાંધીધામ: કંડલા પોર્ટ જેટ્ટી નં.13 પર જહાજમાં ગેસ ગુંગળામણથી 3 કામદારોના મોત
પોર્ટના જેટ્ટી નં.13 પર આવેલા ઓસ્ટ્રેલિયા થી આવેલા જહાજમાં ગેસ ગુંગળામણની દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં માસુક અલી, રાજેશ રામચંદ્ર અને રાજકુમાર નામના ત્રણ કામદારોના દુખદ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં પોર્ટ તંત્ર અને સંબંધિત એજન્સીઓ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.