નિકોલ વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે જાહેર રોડ ઉપર ફટાકડાના લીધે આગ લાગવાનો મામલો !!
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ સ્વીકાર્યું કે ગેરકાયદેસર ફટાકડા ના સ્ટોલ અને લારીઓને કારણે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો !!
પરંતુ અમદાવાદ નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના માનિતા વહીવટદાર કપિલને તો દિવાળીના રૂપિયા કમાવામાં રસ હોય તેમ ગેરકાદેસર ફટાકડાની હાટડીઓ ઊભી કરાવી દેવામાં આવી હોવાની માહિતી !!
અમદાવાદ મનપાએ જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરવાનું જણાવતા હવે નિકોલ પોલીસ અવઢવ માં મુકાઈ કે શું ??
ગેરકાયદેસર ફટાકડા ના સ્ટોલ માલિકો પાસેથી વહીવટદાર કપિલે દિવાળીનું મસમોટું ઉઘરાણું કરી લીધું હોવાથી હવે જો ફરિયાદ થાય તો વેપારીઓ પણ વહીવટદાર કપિલ સામે બાંયો ચઢાવે તો નવાઈ નહીં !!
વધુ વિગતવાર અહેવાલ જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #nikol #fireworks
Ahmadabad City, Ahmedabad | Nov 23, 2026