શિનોર: શિનોરમાં મોહરમ પર્વ ની મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
Sinor, Vadodara | Jul 17, 2024 શિનોર સહિત ના ગામોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈમામ હુસેન ની યાદમાં વર્ષોની પરંપરા મુજબ કલાત્મક તાજીયાની સ્થાપના કરવામાં આવી હતી.જ્યારે સાધલી બસ સ્ટેન્ડ પાસે ચાંદીના કલાત્મક તાજીયાની સ્થાપના કરાઈ હતી.આ ઉપરાંત સાધલી મદીના મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ ની વિશેષ ઈબાદત સાથે નવાફીલ નમાઝ અદા કરી હતી.જ્યારે બપોર બાદ શિનોરમાં નાની મોટી સવારી નીકળી હતી.આ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ નીકળેલી સવારીઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.