શિનોર: માંજરોલ પ્રાથમિક શાળામાંથી બે સાપનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું
Sinor, Vadodara | Jul 16, 2024 માંજરોલ પ્રાથમિક શાળામાં બપોરના 3 કલાકે આશરે 8 ફુટ લાંબો એક સાપ આવી ચડતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ તાત્કાલિક માંજરોલ ગામે પહોંચી પ્રાથમિક શાળામાં આવી ચડેલા સાપને રેસ્ક્યું કર્યો હતો.અને તેના થોડાક સમય બાદ વધુ એક સાપ જોવા મળતાં તેને પણ ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી બંને સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્ત કરાયાં હતાં.