શિનોર: અવાખલ ગામના બસ સ્ટેન્ડ પાસે અજગરનું બચ્ચું આવી ચડતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
Sinor, Vadodara | Jul 17, 2024 અવાખલ ગામના બસ સ્ટેન્ડ પાસે મનોજભાઈની દુકાન આવેલી છે.આ દુકાને રાત્રી દરમિયાન તેજસભાઈ ખરીદી માટે ગયા હતાં.તે દરમિયાન ત્યાં એક અજગરનું બચ્ચું જોવા મળતાં ભયભીત થઇ ગયા હતા.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાતાં તેઓ અને તેમના સાથી મિત્ર મયંકભાઈ પટેલ તાત્કાલિક મનોજ પટેલની દુકાને પહોંચી ત્યાં આવી ચડેલા અજગર ના બચ્ચાને રેસ્ક્યું કરી અવાખલ બસ સ્ટેન્ડ પાસે બેઠેલા યુવાનો તેમજ દુકાને હાજર લોકોને ભયમુક્ત કર્યા હતા.