જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે નવા વરાયેલા હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો
જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે નવા વરાયેલા હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.જાબુઘોડા તાલુકામા વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે પદાધિકારીઓની નવી ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે રેશ્માબેન હિતેશકુમાર બારીઆ, ઉપપ્રમુખ તરીકે સંજયકુમાર મનસુખભાઈ નાયકા,કારોબારી ચેરમેન તરીકે છત્રસિંહ ભરતસિંહ બારીયા,શાસક પક્ષના નેતા તરીકે લવિન્દ્રાબેન સાલમભાઈ બારીયા અને દંડક તરીકે કૃતિકાબેન નયનભાઈ બારીયાની વરણી તા.25 મે સોમવારના રોજ કરવામા આવી હતી