Surat Breaking: હોટ ફિક્સના કચરામાં ફરી ભયાનક આગ! રિક્ષા બળીને ખાક, સુરતમાં મોટી હોનારતનો ખતરો
સુરતમાં હોટ ફિક્સના પ્લાસ્ટિક કચરામાં આગ લાગવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. વરાછાના ભરતનગર સોસાયટી નજીક હોટ ફિક્સના કચરામાં અચાનક આગ લાગતા થોડા જ સમયમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની તીવ્રતા એટલી વધારે હતી કે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઝપેટમાં એક રિક્ષા આવી જતા **રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી.**
ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
#suratbreaking #suratnews #suratfire #varachha #bharatnagar
Udhna, Surat | Sep 9, 2026