ખંભાત: ખંભાતના કલમસર અને વટાદરા ગામે 48 લાખના ખર્ચે તૈયાર નવા પશુ દવાખાનાઓનું લોકાર્પણ
ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ખંભાત વિધાનસભા મતવિસ્તારના કલમસર અને વટાદરા ગામે 'ધનિષ્ઠ પશુ સુધારણા યોજના' અંતર્ગત અત્યાધુનિક પશુ દવાખાનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે પશુ દવાખાનાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ નવા દવાખાનાઓના નિર્માણથી સ્થાનિક પશુપાલકોને પોતાના પશુઓની સારવાર માટે દૂરના વિસ્તારોમાં જવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.