અંજાર: પશુપાલકો માટે ખુશીના સમાચાર : સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક વધારો જાહેર કર્યો
Anjar, Kutch | May 15, 2026 શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય લઈ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા સુધારેલા ભાવ મુજબ આગામી 16/5/26 થી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 830 ચૂકવવામાં આવશે.આ નિર્ણયથી કચ્છ જિલ્લાના પશુપાલકોને દર મહિને અંદાજિત રૂ.1 કરોડનો વધારાનો લાભ મળશે.પશુપાલકોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરહદ ડેરીના ચેરમેને જણાવ્યું છે.