ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026ની 10મી આવૃત્તિનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો છે. ચાર દિવસીય આ વૈશ્વિક ફોરમમાં 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ફોરમમાં ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ અને ટકાઉ વિકાસ સહિતના મુદ્દાઓ પર મંથન થશે, જ્યારે 125થી વધુ સ્ટોલ ધરાવતા ‘સર્ક્યુલારિટી એક્સ્પો’નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
#WorldCircularEconomyForum #Gandhinagar #BhupendraPatel #SustainableDevelopment #CircularEconomy #HumDekhengeNews