હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયર 2011થી 2020 દરમિયાન અગાઉના દાયકાની સરખામણીએ લગભગ 65 ટકા વધુ ઝડપથી ઘટ્યા હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે. વર્તમાન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન યથાવત રહે તો 2100 સુધી ગ્લેશિયરના હાલના જથ્થાનો 80 ટકા સુધીનો ભાગ ગુમાવવાનો ખતરો છે. ગ્લોબલ વોર્મિંગની સાથે બ્લેક કાર્બન પણ હિમાલયના બરફ અને ગ્લેશિયર પર વધારાનું દબાણ સર્જે છે. ગ્લેશિયર ઝડપથી ઘટતાં શરૂઆતમાં નદીઓમાં પાણી વધે પરંતુ મધ્ય સદી બાદ પાણીની ઉપલબ્ધતા ઘટવાનો ખતરો છે. હિમાલયની નદીઓ પર ભારત સહિત એશિયાના વિશાળ વિસ્તારમાં પીવાના પાણી, ખેતી અને જીવનનિર્વાહ માટે કરોડો લોકો નિર્ભર છે. વૈજ્ઞાનિકોએ ઉત્સર્જન ઘટાડવા, ગ્લેશિયર મોનિટરિંગ વધારવા અને આપત્તિ સામે તૈયારી મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવી છે.
#HimalayanGlaciers #ClimateChange #GlobalWarming #GlacierMelting #EnvironmentNews #HumDekhengeNews