અમદાવાદના અમરાઈવાડીમાં ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ રોકડમાં રિડીમ કરાવવાની લાલચ આપી દંપતી સાથે ₹1.89 લાખની સાયબર ઠગાઈ થઈ છે. ઠગે બેંક અધિકારી બની WhatsApp પર બનાવટી APK ફાઈલ મોકલી, જેને ડાઉનલોડ કરતાં મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી ₹1.40 લાખ અને પતિના SBI ક્રેડિટ કાર્ડમાંથી ₹49,998 ઉપાડી લેવાયા. મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#AhmedabadNews #CyberFraud #CreditCardScam #OnlineFraud #CyberCrime #HumDekhengeNews