કાલોલ: અડાદરા ગામ પાસે બેદરકાર બાઇક ચાલકે વૃદ્ધાને ટક્કર મારી વેજલપુર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
કાલોલ તાલુકાના અડાદરા ગામ પાસે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પાંચપથરા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા બાઇક ચાલકે એક વૃદ્ધાને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં વૃદ્ધાને માથાના ભાગે અને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.અડાદરા ગામના વાલ્મીકિવાસ ફળિયામાં રહેતા ૬૭ વર્ષીય પૂનમભાઈ મડાભાઈના જણાવ્યા અનુસાર તેમના પત્ની સુશીલાબેન ઘરેથી કામકાજ અર્થે બજારમાં જવા નીકળ્યા હતા. સવારે સાડા અગિયા