માંડવી: “ગુજરાત અગોશીત ઇમરજન્સી તરફ વધી રહ્યું છે” –આપ નેતા કૈલાસદાન ગઢવીનો આક્ષેપ
Mandvi, Kutch | Apr 2, 2026 ગુજરાતની હાલની પરિસ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારની નીતિઓ અને વલણને કારણે ગુજરાત અગોસિત ઇમરજન્સી જેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. કૈલાસદાન ભાઈ ગઢવીએ રાજ્ય સરકારને આડેહાથ લેતા મુખ્યમંત્રી તેમજ રાજ્યના ગૃહમંત્રી પર સીધી ટકોર કરી હતી. તેમણે આરોપ મૂક્યો કે રાજ્યમાં સામાન્ય નાગરિકોના હકો પર નિયંત્રણ મૂકવામાં આવી રહ્યા છે અને પ્રજાના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.