બોટાદના કાનીયાડ ગામના યુવાન કલ્પેશ મીઠાપરા સહિત કેટલાક યુવાનોને પોલીસ દ્વારા ઉઠાવી લઈ કથિત રીતે ખંડણી માટે દબાણ કરાયાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે રૂ. 1 કરોડથી વધુની ખંડણી માંગવામાં આવી હોવા ઉપરાંત ત્રણ યુવાનો સાથે મારપીટ થયાનો પણ આક્ષેપ છે. જિલ્લા ભાજપના એક મોટા નેતા દ્વારા આંગડિયા મારફતે રૂ. 60 લાખ લેવાયા હોવાનો ગંભીર દાવો પણ કરવામાં આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સમગ્ર મામલાની નિષ્પક્ષ, ઉચ્ચસ્તરીય અને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. સમાજના આગેવાનોની બેઠક બાદ કાયદેસર અને લોકશાહી રીતે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. મકવાણાએ કહ્યું કે તપાસમાં રાજકીય નેતા કે પોલીસકર્મીની સંડોવણી સાબિત થાય તો કડક કાર્યવાહી કરી પીડિતોને ન્યાય આપવામાં આવે.
#Botad #UmeshMakwana #ExtortionAllegation #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 7, 2026