જૂનાગઢમાં INDIA ગઠબંધનના એલાનને પગલે વિરોધ રેલી યોજાઈ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી. આગેવાનોએ જિલ્લા કલેક્ટર સમક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ રજૂ કરી. રેલીમાં સીપીએમના બટુકભાઈ મકવાણા સહિત વિવિધ પક્ષોના આગેવાનો જોડાયા. કોંગ્રેસના અમિત પટેલ, મનોજ જોષી, નલીન ફરસાણ અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજાએ હાજરી આપી. અયુબ ખાન દરબાર અને સમાજવાદી પાર્ટીના બ્રિજેશ યાદવ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
#Junagadh #INDIABloc #GyaneshKumar #ElectionCommission #HumDekhengeNews