દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દાહોદ, ધાનપુર સહિત વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો
આજે તારીખ 04/09/2026 શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
મળતી માહિતી અનુસાર
દાહોદ તાલુકામાં 14 MM,ધાપપુર તાલુકામાં 10 MM, સિંગવડ 6 MM વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સૌથી વધુ 14 MM વરસાદ દાહોદ તાલુકામાં નોંધાયો છે.
વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ મકાઈ, સોયાબીન સહિતના ઉભા પાક માટે લાભદાયી સાબિત થશે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂરી ન હોય તો પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરવામા
Dohad, Dahod | Sep 4, 2026