દાહોદ ના ટ્રેક્ટર કૌભાંડમાં મહુધાના ફરીદમિયા કુરેશીનું નામ ખુલ્યુંઃ પોલીસ દ્વારા શોધખોળ તેજ કરાઇ
ફતેપુરાના ટ્રેક્ટર કૌભાંડમાં વેચી દેવાયેલા વધુ ત્રણ ટ્રેક્ટર કબજે કર્યા, કુલ 12 રિકવર
ફતેપુરા પંથકના ખેડૂતો પાસેથી ટ્રેક્ટર પડાવી લઈ ગીરોખત કરી વેચી દેવાના ચકચારી કેસમાં વધુ એક મહત્વની કડી હાથ લાગી છે. 2 આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે વધુ 3 ટ્રેક્ટર કબજે કરતાં આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 ટ્રેક્ટર રિકવર કર્યા છે. તપાસ દરમિયાન ખેડા જિલ્લાના મહુધા ગામના રહેવાસી ફરીદમિયા કુરેશીનું નામ સામે આવ્યું છે.
ફતેપુરા અને સુખસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રોડના કામમાં ટ્રેક્ટર ભાડે આપવાના બહાને ખેડૂતોને મહિને રૂા.20 હજાર ભાડાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતો પાસેથી ટ્રેક્ટર મેળવી તેને અન્યત્ર લઈ જઈ ગીરોખત કરી દેવામાં આવતા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. તપાસમાં આવા ટ્રેક્ટરો રૂા.2થી 3 લાખમાં વેચી દેવામાં આવ્યા હોવાનું પોલીસના ધ્યાનમ
Dohad, Dahod | Sep 21, 2026