દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 7 માં આવેલા ભાટિયા સ્ટુડિયો ગલી તથા કડીયાવાડ વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાઓ અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિક રહીશોને લાંબા સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જનસમસ્યાને ધ્યાને રાખીને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા સમારકામ (પેચવર્ક) હાથ ધરવામાં આવ્યું હતું.
આજે સ્થાનિક કાઉન્સિલર વ્રજ શાહ, અરાફાત માળી અને શહેનાઝબેનની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને નિગરાની હેઠળ ભાટિયા સ્ટુડિયો ગલી તથા કડીયાવાડ વિસ્તારમાં રોડ પેચવર્કની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
કાઉન્સિલરોએ સ્થળ પર ઉપસ્થિત રહીને કામગીરીની ગુણવત્તા ચકાસી હતી અને વહેલી તકે કામ પૂર્ણ કરાવ્યું હતું. આ સમારકામ પૂર્ણ થતાં જ રહીશોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાંથી મોટી રાહત મળી છે. સ્થાનિક રહીશોએ આ ઝડપી કામગીરી બદલ કાઉન્સિલરો અને સ્થાનિક તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
Dohad, Dahod | Sep 21, 2026