હાલોલ: પોલીકેબ કંપનીના ચેરમેનના જન્મદિન નિમિતે કંપનીના ૧૩ મા યુનિટ ખાતે શ્રી ગણેશ યાગ સાકાર તુલા તેમજ રક્તદાન શિબિર યોજાઈ હતી
હાલોલ સ્થિત વાયર બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દ્ર ટી. જય સિંધાનીના જન્મદિન નિમિતે હાલોલ ખાતે આવેલ કંપનીના 13 માં યુનિટ ખાતે તા.28 માર્ચ શ્રી ગણેશ યાગ સાકાર તુલાનું આયોજન તેમજ રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું જેમાં 1992 કર્મચારીઓએ રક્તદાન કરી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા