હાલોલ: હાલોલ નગરમાં ઉર્સે સૈયદના ઉસ્માને ગની (ર.અ.)ના ઉર્સ નિમિત્તે ભવ્ય ઝુલુસ નીકળ્યુ.
હાલોલ નગરમાં આજે શૂર્કવાર ના રોજ સવારે 9 કલાકે ઉર્સે સૈયદના ઉસ્માને ગની (ર.અ.)ની યાદમાં ઉર્સ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી.જેમાં વડોદરાના ખાનકાહે એહેલે સુન્નતનાં માર્ગદર્શન હેઠળ હાલોલ પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતેથી નાના ભૂલકાંઓનુ ભવ્ય જુલૂસ નીકળ્યુ હતું.જેમાં હાલોલ નગરના મદ્રેસાઓના નાના ભૂલકાઓ અને નાની બાળાઓ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.