હાલોલ: હાલોલ પોસ્ટ ઓફિસ બહાર MGVCL ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્ક થતા લાગી આગ, અફરા તફરીનો માહોલ સર્જાયો
હાલોલની પોસ્ટ ઓફિસ બહાર આજે ગુરુવારના રોજ MGVCLના ટ્રાન્સફોર્મરમા અચાનક સ્પાર્ક થતા આગની ઘટના સર્જાઈ હતી.ધડાકા સાથે ટ્રાન્સફોર્મરમાંથી તણખા નીચે પડતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.સ્પાર્કના કારણે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.નજીકના ઝૂંપડાઓ સુધી પહોંચે તે પહેલા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવી લેતા આસપાસના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.