રાપર: ઓશવાળ ભુવનની બિલ્ડિંગ તોડતી વખતે બેદરકારી, વીજપોલ રિક્ષા પર પડતા ચાલકનો આબાદ બચાવ
Rapar, Kutch | Jun 28, 2026 રાપર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા બજાર વિસ્તારમાં આવેલ વર્ષો જૂની 'ઓશવાળ ભુવન' નામની બિલ્ડિંગને તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, બિલ્ડિંગ તોડવાની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક વીજ વાયરો ખેંચાતા રસ્તા પર આવેલ PGVCLનો વીજપોલ ધરાશાયી થયો હતો. આ પોલ ત્યાંથી પસાર થઈ રહેલી એક ઓટો રિક્ષા પર પડ્યો હતો.