વડોદરાની MS યુનિવર્સિટી દ્વારા ATKTની ફીમાં વધારાને લઈને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ABVPના સભ્યોનો આરોપ છે કે ATKTની ફીમાં દર વર્ષે 15થી 20 ટકાનો વધારો કરવામાં આવે છે જે અયોગ્ય છે. ત્યારે આ અંગે વાઈસચાન્સેલરે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાની ખાતરી આપી છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ABVP દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
#vadodaranews #msuniversity #abvpprotest #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 30, 2026