હાલોલ: હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.