રાજસ્થાનના અજમેરમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પુષ્કર પશુ મેળામાં આ વખતે અનોખી ગાયો આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે મેળામાં ઊંટ, ઘોડા અને ગાયોની વિવિધ જાતિઓ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે માત્ર ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવતી પુગનુર જાતિની નાની ગાયો લોકોનું ધ્યાન ખેંચી રહી છે. પોતાના નાના કદ અને વિશિષ્ટ લક્ષણોને કારણે આ ગાયો મેળામાં આવતા લોકો માટે કુતૂહલનો વિષય બની છે. દેશભરમાંથી પશુપાલકો પોતાની શ્રેષ્ઠ જાતિનાં પશુઓ સાથે મેળામાં પહોંચી રહ્યા છે.
#PushkarCattleFair #PunganurCow #RajasthanNews #HumDekhengeNews