ભચાઉ: નંદગામ નજીક SOGએ માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Jun 16, 2026 SOG ની ટીમે મોડી રાત્રે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે નજીક આવેલ નંદગામ પાસે માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી રુદ્રપ્રધાન બાબુ પ્રધાન રહે શેરગઢ ઓરિસ્સા, પિન્ટુદાસ બંસીધરદાસ રહે લક્ષ્મીપુર ઓરિસ્સા વાળાની ધરપકડ કરવામાં આવી હતી. માદક પદાર્થ ગાંજો 39 કિલો, મોબાઈલ નંગ 2, રોકડા રૂપિયા સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. 37 કિલો માદક પદાર્થ ગાંજાની કિંમત 18 લાખ 55 હજાર આંકવામાં આવી હતી.