કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર મહાકાળી યુવક ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે ભક્તિભાવપૂર્વક મહાઆરતી યોજાઈ
ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલા કાછીયાની વાડી ખાતે ‘મહાકાળી યુવક ગરબા મહોત્સવ’માં પ્રથમ નોરતે જ વિશિષ્ટ ભક્તિભાવ સાથે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રિ મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા મા અંબાને વિવિધ રૂપે યાદ કરી ભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે. પ્રથમ નોરતાની રાત્રે આયોજિત મહાઆરતીમાં સોસાયટીના સ્થાનિક રહીશો તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા.