ધાનપુર મામલતદાર કચેરીના કર્મચારીનું બાઈક પર ઘરે જતી વેળાએ રસ્તામા હાર્ટ અટેકથી મોત : પરિવારમાં મોતનો માતમ છવાયો
રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે નાની વયના લોકોના મોતના કિસ્સાઓ ચિંતા વધારી રહ્યા છે. તેવા સમયે દાહોદ જિલ્લામાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં ધાનપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીનું ચાલુ બાઈકે અચાનક હૃદય રોગના હુમલો થતાં મોત નીપજ્યું હતું. એકાળે થયેલા આ અવસાનથી મામલતદાર કચેરીના સ્ટાફ સહિત સમગ્ર પંથકમાં ભારે શોખની લાગણી વ્યાપી જવા પામી છે.
મળતી માહિતી મુજબ ૪૭ વર્ષીય રાજુભાઈ કેશવભાઈ ભૂરા ધાનપુર મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર શાખામાં પટાવાળા તરીકે વફાદારી પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા. રોજબરોજની જેમ તેઓ ધાનપુર ખાતેથી પોતાની ફરજ પૂર્ણ કરીને પોતાની મોટરસાયકલ પર બેસી પરતનાંદવાગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓવાસિયા ડુંગરી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને છાતીમાં અ�
Dohad, Dahod | Jun 12, 2026